Weather updates- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી પવનની ગતિમાં વધારો થશે. 26 માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 26 એપ્રિલથી 10 મે દરમિયાન ગુજરાતમાં આંધી અને વંટોળ આવવાની પણ શક્યતા છે.
અંબાલાલે 26 માર્ચથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટછવાયા સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો એપ્રિલના અંતમાં એટલે કે 26 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં 36 ડિગ્રીથી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 34ની આસપાસ રહી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાનમાં ઘરખમ ફેરફાર નહિ જોવા મળે. દ્વારકા અને ઓખામાં 30થી નીચે તાપમાન રહે તેવી શક્યતા છે. પવનની ગતિમાં કોઇ ખાસ ફેરફાર જોવા નહિ મળે. માર્ચ બાદ એપ્રિલથી આકાર તાપની શરૂઆતનો અનુમાન સેવાઇ રહ્યો છે.