પુણેમાં યુવકની હત્યાનો વીડિયોઃ પહેલા 10 રાઉન્ડ ફાયરિંગ... પછી તીક્ષ્ણ હથિયારોથી હુમલો

રવિવાર, 17 માર્ચ 2024 (15:11 IST)
મહારાષ્ટ્રના પુણેમાં એક હોટલમાં જમતી વખતે એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પહેલા ગોળી મારી અને પછી ધારદાર હથિયારો વડે હુમલો કર્યો. આ ચોંકાવનારી હત્યાનો સમગ્ર વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.
 
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક તેના અન્ય ત્રણ મિત્રો સાથે હોટલમાં ભોજન કરવા બેઠો હતો, ત્યારે કારમાંથી 6-7 હુમલાખોરોએ યુવક પર ગોળીબાર કર્યો હતો. આશરે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરોએ યુવકનું મોત ન થાય ત્યાં સુધી હથિયારોથી હુમલો કર્યો હતો.


 
પોલીસના જણાવ્યા અનુસાર, 34 વર્ષીય અવિનાશ બાલુ ધનવે પ્રોપર્ટી ડીલર હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના મિત્રો સાથે હોટલમાં ડિનર માટે આવ્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે બની હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બે જૂથો વચ્ચે ગેંગ વોરનું પરિણામ છે.
 
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના પૂણે સોલાપુર એક્સપ્રેસ વે પર સ્થિત હોટલ જગદંબા ખાતે બની હતી. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ માટે 5ની ટીમ બનાવી છે. પોલીસનું કહેવું છે કે ફૂટેજના આધારે હત્યારાઓની શોધ કરવામાં આવી રહી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર