રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. આ દિવસોમાં દરિયાઈ કાંઠે 40 થી 45 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા છે. હાલ વરસાદી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નથી.
એક અઠવાડિયા પછી એટલે કે ઓગસ્ટ મહિનાના શરુઆતના અઠવાડિયામાં ફરી એકવાર વરસાદનું જોર જોવા મળશે અને તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં તાપી નદીનું જળ સ્તર વધવાની સંભાવના છે. 2 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.