ભારે વરસાદ, વાવાઝોડા અને ચક્રવાતની આગાહી

રવિવાર, 6 ઑગસ્ટ 2023 (15:22 IST)
ગુજરાતમાં ડીપ ડિપ્રેશનાના કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.  આ સાથે એક વાર ફરીથી બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશન વધવારથી ભારે વરસાદ, વાવાઝોડા અને ચક્રવાતની આગાહી 
કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં તેની મોટી અસર જોવા મળશે. 
 
અંબાલાલ પટેલે ભારે વરસાદને કારણે ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે એવી આગાહી કરી નાખી છે. તે સાથે જ  આગામી સમયમાં ગુજરાત પર ચક્રવાતનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ગુજરાત પર ભારે વરસાદ, પુર, ભુક્કા કાઢી નાંખે એવી ગરમી, વાવાઝોડું અને ચક્રવાત આ બધા જ સંકટ તોળાઈ રહ્યાં છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.
 
. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતો વધશે અને ડિસેમ્બર સુધી ચક્રવાતોની અસર રહી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર