દિલ્હી-NCRમાં વહેલી સવારે ભારે વરસાદ, નોઈડામાં તમામ શાળાઓ બંધ; દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાણી ભરાયા

બુધવાર, 26 જુલાઈ 2023 (09:45 IST)
દિલ્હી-NCRમાં ભારે વરસાદ પડી રહ્યો છે. DMએ ગ્રેટર નોઈડામાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગે આજે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
 
નોઈડામાં સવારથી ભારે વરસાદ
વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ભેજથી રાહત મળી છે. જો કે, ઘણા રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. નોઈડામાં 31 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે નોઈડામાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. નોઈડાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સંતોષકારક શ્રેણીમાં નોંધાયો હતો.
 
યુપી ગેટ પાસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાણી ભરાયું
સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગાઝિયાબાદ બોર્ડર પર યુપી ગેટ પાસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે આવતા-જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર