ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા ભારત સરકારના તા.૨૪/૦૩/૨૦૨૦ના આદેશથી જાહેર કરવામાં આવેલા લોકડાઉનની અમલવારી તથા કોરોના વાયરસ અન્વયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ટુ વ્હિલર વાહન પર એકથી વધુ મુસાફર તથા ફોર વ્હિલર વાહનમાં બેથી વધુ મુસાફરોને મુસાફરી કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ફોર વ્હિલર વાહનમાં મુસાફરી દરમ્યાન વાહન ચાલક તેમજ મુસાફર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર જાહેર વિસ્તારમાં તા.૧૨/૦૪/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જે અંગે જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તેમજ પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓ લેખિત ફરિયાદ નોંધી શકશે.