Dog Death- શ્વાનના મોત પર આખું ગામ રડ્યું

રવિવાર, 20 માર્ચ 2022 (15:41 IST)
કોણ છે એ 'ભુરિયો બ્રહ્મચારી'?:કડી પાસેના કરણનગર ગામના શેરીના શ્વાને એવું તે શું કર્યું કે ગામલોકોએ એનું બેસણું કર્યું ને આખા ગામે આંસુ પાડી પુષ્પાંજલિ અર્પણ કરી ગામની મહિલાઓએ રામધુન સાથે શ્રદ્ધાંજલિ આપી 
 
કડી પાસેના કરણનગર ગામના વડીપાટી વાસમાં ભુરિયા બહ્મચારી નામના શેરીના શ્વાનનું કુદરતી મોત નીપજ્યું હતું. 
 
ઉપરાંત આ શ્વાનનું આજે રવિવારે બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામ ઊમટ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ બાબતો પરથી કરણનગરના લોકોની આ ભુરિયા બ્રહ્મચારી શ્વાન પ્રત્યેની અનોખી પ્રીતિ છતી થઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર