આખા દેશમાં કોરોનાવાયરસ મહામારીથી હાલાત સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરનો પ્રકોપ એવો છે કે ગંભીરથી ગંભીર દર્દીને હોસ્પિટલોમાં બેડ અને જીવનરક્ષક દવાઓની આપૂર્તિ માટે જૂજવું પડે છે. અહી સુધી કે જીવનદાયી ઓક્સિજન સુધીની અછત સર્જાવા લાગી છે, જેનાથી લગાતાર દર્દીના જીવ જઈ રહ્યાં છે. આની વચ્ચે ગુજરાતમાં એક એવું પણ ઘર છે, જ્યાં કોરોનાના દર્દીઓને સહારો આપવામાં આવે છે. એટલું જ નહીં અહીં દર્દીઓનો મફતમાં સેવા કરવામાં આવે છે અને તેમનાં ખાવાની સાથે દવાઓનો ખર્ચ પણ ઉઠાવે છે.
ગુજરાતના રોજકોટમાં આ નેક કામ કરનાર ખેડૂત જેઠસુર ભાઈએ લોકોની મદદ કરવા માટે પોતાના આખા પરિવારને મદદ કરવાં માટે રાખ્યાં છે. તેમણે પોતાના ત્રણ માળના ઘરને જ કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધું છે. મકાનનો પહેલા માળ પર દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંજ બીજા માળે દર્દીઓના પરિવારને રહેવા અને તેમના માટે જમવાનું બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજા માળે ખેડૂતનો પરિવાર રહે છે.
મોટી વાત તો એ છે કે ખેડૂતનો પરિવાર જ દર્દીઓના પરિવાર માટે જમવાનું બનાવે છે. એટલું જ નહીં જે સમયે દેશમાં ઓક્સિજનની અછતથી નાસ ભાગ મચી જવા પામી હતી, તે સમયે જેસુરભાઈ પોતાના ખર્ચે લોકોને ઓક્સિજના પણ અપાવી રહ્યાં છે. તેમને જણાવ્યું કે અત્યાર સુધી ઘરેથી 65 દર્દીઓ સાજા થઈ ગયા છે. હજુ બીજા દર્દીઓ દાખલ છે, તેમની સારવાર ચાલુ છે.
કેવી રીતે આવ્યો કોરોના પીડિતોની મદદનો વિચાર
જેસુરભાઈ ભાઇનું કહેવું છે કે તેમના સાવકા ભાઇ પણ ઓક્સિજન સામે ઝઝૂમી રહ્યા છે. એવામાં જ્યારે તેમને ઓક્સિજનની જરૂર પડી તો વિચાર આવ્યો કે જે તકલીફ તેમના પરિવારમાં થઇ છે, તે અન્ય પણ થશે. એટલા માટે મેં વિચાર્યું કે કેમ નહી હું મારા ઘરમાં જ લોકોને મદદ પુરૂ ન પાડું. જેસુરભાઈ ભાઇના અનુસાર ત્યારબાદ તેમણે પોતાના ઘરને જ કોરોના દર્દીઓ માટે ખુલ્લુ મુકી દીધું.