જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં 20 દરદીઓના મોત, મેનેજમેંટ બોલ્યુ - ઓક્સીજન ખલાસ !!

શનિવાર, 24 એપ્રિલ 2021 (14:02 IST)
રાજધાની દિલ્હી(Delhi)ની વધુ એક હોસ્પિટલમાંથી એક  દુ:ખદ અને હ્રદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. . દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 20 દર્દીઓનું ઓક્સિજનના અભાવને કારણે મોત થઈ ગયુ છે. હોસ્પિટલના એમડીએ માહિતી આપી કે ઓક્સિજનના અભાવને કારણે 20 દર્દીઓનાં મોત થઈ ગયા.  શુક્રવારે સાંજે આ દર્દીઓને ઓક્સીજનની કમીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. 
 
હોસ્પિટલે આ માટે ઓક્સિજન સપ્લાયના અભાવને દોષી ઠેરવ્યુ. હોસ્પિટલ મેનેજમેન્ટે દર્દીઓના મોત અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે દર્દીઓ માટે 3600 લિટર ઓક્સિજનની જરૂર હતી, પરંતુ બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 1500 લિટર જ સપ્લાય કરાઈ હતી. આ કારણે દર્દીઓનું મોત નીપજ્યું હતું. જયપુર ગોલ્ડન હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે હજી પણ 200 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેના માટે ઓક્સિજન મળતું નથી. હોસ્પિટલમાં ઓક્સિજન નથી.
 
ડીસીપીને માહિતી નથી 
 
બીજી બાજુ રોહિણી જીલ્લાના ડીસીપીને જયપુર ગોલ્ડન હોસ્પિટલમા દરદીઓના મોત વિશે કોઈ માહિતી નથી.  તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં ઓક્સીજનની કમીથી 20 દરદીઓના મોત અંગેની કોઈ માહિતી તેમના સુધી આવી નથી. તેમણે કહ્યું કે હજી સુધી મોતનો કોઈ આંકડો હોસ્પિટલ દ્વારા શેર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે 25 દર્દીઓનાં મોતનો મામલો સામે આવ્યો હતો. આજે પણ પાટનગરની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનના ખતમ થવા વિશે માહિતી આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર