ભારતીય ક્રિકેટ ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) આજે એટલે કે 24 એપ્રિલે 48 વર્ષના થઈ ગયા છે. વર્ષ 2014 માં પોતાના લાંબા આંતરરાષ્ટ્રીય કેરિયરને અલવિદા કહેનાર સચિનની હાજરી આજે પણ લોકોમાં એક નવા ઉત્સાહનો ઉમેરો કરે છે. તેમનું જીવન ખુલ્લા પુસ્તક જેવું રહ્યું છે. પરંતુ તમે કદાચ જ સચિનની કારના સંગ્રહ વિશે જાણતા હશો. જેના વિશે આજે અમે તમને બતાવી રહ્યા છીએ.
2002 માં, સચિનને ફોર્મુલા 1 રેસના ચેમ્પિયન માઇકલ શુમાકરે સર ડૉન બ્રેડમેનના 29 ટેસ્ટ સદીની બરાબરી કરવા પર ફેરારીની 360 મોડેના ભેટ કરી હતી. સચિને કહ્યું કે આ કાર ખૂબ સારી બતાવી હતી. પરંતુ થોડા વર્ષો બાદ સચિને આ કાર સુરતના વેપારીને વેચી દીધી.