સ્ક્રબ ટાઈફ્સનો પ્રથમ કેસ સામે આવ્યો

સોમવાર, 4 ડિસેમ્બર 2023 (11:12 IST)
ભેજ વાળા વાતાવરણના જંતુથી સ્ક્રબ ટાઈફ્સ થાય છે. તેમાં બેક્ટેરિયાથી થતો સ્ક્રબ ટાઈફ્સનો પ્રથમ કેશ સુરતની નવી સિવિલમાં  નોંધાયો છે.  નવી સિવિલમાં મેડીસીન વિભાગના ડોકટરોએ મહિલાને ૧૦ વેન્ટીલેટર સાથે કુલ ૧૭ દિવસની સારવાર આપીને નવજીવન આપ્યુ હતું. જવલ્લે જોવા મળતી સ્ક્રબ ટાઈફસ નામની બિમારીનું  નિદાન થયું હતું. જેનો સુરત નવી સિવિલમાં પ્રથમ કેસ નોંધાયો છે. 
 
આદિવાસી મહિલાને દિવાળી પહેલા જંગલમાં સીતાફળ તોડતી વખતે કાનની નીચે જીવાતે ડંખ માર્યો હતો. શરૂઆતમાં કાનની નીચે સોજો આવ્યો અને માથામાં સખત દુ:ખાવો થતા નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં બે દિવસની સારવાર આપ્યા બાદ ત્યાંના તબીબોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવા જણાવતા પરિવારજનોએ 17મી નવેમ્બરના રોજ નવી સિવિલમાં દાખલ કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર