સુરતમાં ખેડૂતોનો હલ્લાબોલ, રેલી કાઢી હાય રે બુલેટ ટ્રેન હાય હાયના નારા લગાવ્યા

સોમવાર, 18 જૂન 2018 (17:13 IST)
અમદાવાદ-મુંબઇની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનથી નાખુશ સુરતના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ રેલી અંત્રોલી ગામેથી સવારે 11 કલાકે કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનો આરોપ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ખેડૂતોની જમીન સંપાદિત થઇ જવાની આશંકા છે.

200થી વધુ ટ્રેકટર ભરીને ખેડૂતોએ સામુહિક વિરોધ કરી રેલી યોજી હતી. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની કાર્યવાહી અંગે રાજય સરકારે જાહેરનામું બહાર પાડયું હતું આ માટે પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ પ્રોજેક્ટને લઈને જ જમીન અસરગ્રસ્ત થવાની છે અને જે સંપાદનમાં લેવામાં આવશે તે જમીન તથા મિલકતોના માલિકોને ગુજરાત સરકારના સંપાદનના 2013ના કાયદા મુજબ જ વળતર આપવામાં આવશે, ખેડૂતો આ વાતનો વિરોધ કરી રહ્યાં છે, ખેડૂતોનું કહેવું છે કે અમને 2018ના કાયદા મુજબ વળતર આપવું જોઇએ. આ રેલી દ્વારા ખેડૂતોએ સુરત કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર