પીએમ મોદીની સૂચના મળતા જા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સહાયગિરી

શુક્રવાર, 21 જુલાઈ 2023 (08:42 IST)
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીઓ સર્જાઈ હતી. ગીર સોમનાથમાં જળતાંડવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. 
 
પીએમ નરેન્દ્ર મોદીના એક ફોન કોલ પરા સૂચના મળતા બાદ આખું સોમનાથ મંદિર ટ્રસ્ટ ધમધમતું થઈ ગયું છે. વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદે આવવા માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદી દ્વારા ટ્રસ્ટના સભ્યોને સૂચના આપવામાં આવી હતી. જેને લઇ રાતોરાત ટ્રસ્ટ દ્વારા 2000 કિલો ગુંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેનું વિતરણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવશે.

ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફોન કરીને સોમનાથ ટ્રસ્ટને તાત્કાલિક ફૂડ પેકેટ બનાવવા સૂચના આપી હતી. જેના પગલે ટ્રસ્ટ દ્વારા રાતોરાત ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર