ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સેવા બંધ

ગુરુવાર, 20 જુલાઈ 2023 (18:46 IST)
યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનના કારણે બંધ કરવામાં આવી છે. ભારે પવનના કારણે જેટી ઉપર ફેરી બોટ ઊભી ન રહી શકતી હોવાથી જીએમબી દ્વારા ફેરી બોટ સેવા હાલ પુરતી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા યાત્રિકોની સલામતી માટે ફેરી બોટ હાલ પૂરતી સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. 
 
દ્વારકામાં ગત રાત્રિથી વાતાવરણ ખરાબ થતા ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે. GMB દ્વારા આ નિર્ણય યાત્રિકોની સુખાકારી માટે લેવાયો હતો.દેશ પરદેશથી દ્વારકા ભગવાન કાળીયા ઠાકોરના ચરણોમાં શીષ ઝુકાવા યાત્રિકો આવતા હોય છે, ત્યારે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં પણ અચૂક જતા હોય છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે બેટ દ્વારકા ટાપુ પર બોટ મારફત જવું પડે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર