પુરાતત્વ રિસર્ચ અને સાંસ્કૃતિક સ્મારકોના જાળવણી માટે ઉત્તરદાયી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશના શ્રેષ્ઠ 5 સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક બની ગયું છે. તે મુજબ તાજમહેલે જ્યાં એક વર્ષમાં 56 કરોડની કમાણી કરી છે તો 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' એ 63 કરોડની કમાણી કરી. તમને જણાવી દઇએ કે ગત 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને બન્યાને એક વર્ષ પુરૂ થયું છે.
જોકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' 182 મીટર ઉંચી છે અને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં 2,989 કરોડ રૂપિયા ખર્ચ થયા છે અને તેને લાર્સન એન્ડ ટુર્બો કંપનીએ બનાવી છે. આ મૂર્તિ સરદાર સરોવર ડેમથી 3.2 કિલોમીટર સાધૂ બેટ પર છે જે નર્મદા નદી પર એક ટાપૂ છે. આ મૂર્તિને બનાવવામાં 3000થી વધુ લોકો અને 250થી વધુ એન્જીનિયરોએ કામ કર્યું છે.
સૌથી વધુ કમાણી કરનાર 5 સ્મારક
'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' પહેલાં આગરાનો તાજમહેલ કમાણીના મામલે પ્રથમ નંબર પર હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના આંકડા અનુસાર ભારતના ટોપ 5 રાજસ્વ પેદા કરનાર સ્મારકોની યાદીમાં 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી'ની સાથે તાજમહેલ, આગરાનો કિલ્લો, કુતુબ મીનાર, ફતેહપુર સીકરી અને દિલ્હીનો લાલ કિલ્લો ક્રમાનુસાર સામેલ છે. થોડા દિવસોથી ચર્ચામાં રહેનાર સ્મારક તાજમહેલે ગત વર્ષે સૌથી વધુ 56.83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.