Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 (12:37 IST)
Gota Patti Sarees- ભારતમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મહિલાઓ પરંપરાગત પોશાક, ખાસ કરીને સાડી પહેરવાની ખાસ કાળજી લે છે. ગોટા પટ્ટી સાડી, જે તેની ખાસ ભરતકામ અને ડિઝાઇન માટે જાણીતી છે, તે નવરાત્રી અને વિજયા દશમી માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે. ગોટા પટ્ટી સાડી નવરાત્રી દરમિયાન તમારા પરંપરાગત પોશાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેની ભવ્યતા અને સૌંદર્ય તેને દરેક મહિલાના કપડામાં સામેલ કરવાની પ્રેરણા આપે છે. આ નવરાત્રીમાં તમે ગોટા પટ્ટી સાડી પહેરીને આ પવિત્ર તહેવારનો આનંદ માણી શકો છો. 
 
ગોટા પટ્ટી સાડી 
ગોટા પટ્ટી સાડી ખાસ રૂપથી રેશમ કે જાર્જેટ કપડાથી બને છે જેના પર ગોલ્ડન કે સિલ્વર જરીથી બનેલી ભરતકામ થાય છે. આ ભરતકામ સાડીની સુંદરતા વધારે છે અને તેને ખાસ પ્રસંગો માટે યોગ્ય બનાવે છે. 
 
ગોટા પટ્ટી ટેકનિકમાં ગોલ્ડન અથવા સિલ્વર થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે, જે સાડીને ખૂબસૂરત લુક આપે છે.

ALSO READ: Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ
 
રંગ- ગોટા પટ્ટી સાડીઓ ઘણા રંગોમાં મળે છે નવરાત્રિ દરમિયાન, સ્ત્રીઓ ખાસ કરીને બ્રાઈટ અને આકર્ષક રંગો પસંદ કરે છે, જેમ કે લાલ, પીળો, લીલો અને વાદળી.
 
ભરતકામ- ગોટા પટ્ટીની સાડી પર ન માત્ર સુંદર હોય છે પણ પહેરવામાં પણ ખૂબ આરામદાયક હોય છે. નવરાત્રી દરમિયાન દાંડિયા અને ગરબા રમતા સમયે આ સાડી ખૂબ રિલેક્સડ લાગે છે. 

ALSO READ: Besan On skin- શિયાળામાં ત્વચા પર બેસન લગાવવાના 6 અસરકારક ફાયદા
કેવી રીતે પહેરીએ 
સાડી ડ્રેપિંગ- ગોટા પટ્ટી સાડીને સારી રીતે પહેરવુ મહત્વપૂર્ણ છે તેને ડ્રેપ કરતા સમયે ધ્યાન રાખો કે ભરતકામ વાળુ ભાગ સારી રીતે સામે આવે. 
 
બ્લાઉઝ- ગોટા પટ્ટી સાડીની સાથે એક સારા ડિઝાઈનનુ બ્લાઉઝ પહેરો. ચાંદી કે સોનેરી રંગના બ્લાઉઝ આ લુકને આકર્ષક બનાવી શકે છે. 
 
જ્વેલરી- આ સાડીની સાથે ભારે ઝુમકા, બંગડીઓ અને બિંદી પહેરો. આ તમારા દેખાવને પૂર્ણ કરશે અને નવરાત્રિની ભાવનાને પણ પ્રકાશિત કરશે.
 
Edited By- Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર