રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ તરફ બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર વધશે. આગામી 11 જૂન સુધીમાં વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં વાવાઝોડુ ટકરાય તેવા સંકેત છે. આ સાથે જ દરિયા કિનારા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગાવાયું છે. ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને વાવાઝોડાની અસર થવાની સંભાવનાં છે. વાવાઝોડાને કારણે રાજ્યના ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની શક્ચતા છે. આ સિવાય સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદ પડી શકે છે. ભાવનગર અને અમરેલીમાં પણ ગાજવીજ સાથે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.