PM મોદીની ડિગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષી કેસઃ 13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન

બુધવાર, 7 જૂન 2023 (13:22 IST)
આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘને ગુજરાત યુનિવસિર્ટીએ મેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગતા યુનિવર્સિટીની બદનક્ષી થતાં આ કેસ કરવામાં આવ્યો છે. કેસની ટ્રાયલનાં દિવસે કેજરીવાલ વતી તેમના વકીલો રહેશે હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ કરી હતી.

આ મુદ્દે કેસના આરોપી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કરી અરજી હતી. જેમાં કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી રાહત આપવા કરી માંગ કરી હતી. અગાઉ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને હાજર રહેવા હુકમ કર્યો હતો. કેજરીવાલની અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે, આરોપી હાજર ક્યારે રહી શકશે? ત્યારે કેજરીવાલના વકીલ તરફથી લાંબી મુદત માંગતા કોર્ટે કરી ટકોર હતી કે, MP-MLA સામે ઝડપી ટ્રાયલ ચલાવવાનો પરિપત્ર છે, માટે વહેલી તકે તેમને હાજર કરવામાં આવે છે. દલીલોને અંતે કોર્ટે 13 જુલાઈનાં ફરજિયાત હાજર રહેવા હુકમ બંનેને ફરમાન કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના વિવાદમાં અરવિંદ કેજરીવાલને દંડ તો ફટકારાયો પણ હજુ તેમની મુશ્કેલીનો અંત આવ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સિટીની છબી ખરાબ કરવા મામલે અરવિંદ કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ કેસમાં અરવિંદ કેજરીવાલની સાથે સંજય સિંહ પણ આરોપી છે. બંનેને અગાઉ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતમાં એક તરફ બિહારના ડેપ્યુટી CMની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પણ અમદાવાદની મેટ્રો કોર્ટે આજે વધુ એક સમન્સ ઇસ્યુ કર્યું છે. આ અગાઉ પણ મેટ્રો પોલિટન કોર્ટે ગત સુનાવણીમાં CRPC-204 મુજબ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરાયું હતું પણ તેઓ હાજર રહ્યા ન હતા અને તેના કારણે તેમને સાતમી જૂને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. અરજદારના વકીલ અમિત નાયકે કહ્યું હતું કે એવું લાગે છે કે અગાઉના સમન્સમાં વધુ સ્પષ્ટતા નથી, આથી જજે બંને આરોપીઓને ફરિયાદની નકલો સાથે નવેસરથી સમન્સ પાઠવવાનો આદેશ કર્યો છે. સુનાવણીની આગામી તારીખ 7 જૂન નક્કી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર