આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ હાટકેશ્વર વિસ્તારમાં AMTS બસ ડેપોની પાછળ આવેલી કર્મભૂમિ સોસાયટીમાં રહેતા અને જૂના વસ્ત્રોના લે-વેચ કરતા વેપારી વિનોદભાઈના મકાનમાં આજે સવારે 10 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી.વેપારી વિનોદભાઈના જણાવ્યા મુજબ ચૈત્રી નવરાત્રિ હોવાથી તેઓ ઘરમાં દીવાબત્તી કરી હતી અને દીવાની વાટને ઉંદર ખેંચીને લઈ ગયું હતું અને આ વાટમાં આગ ચાલુ હોવાથી કપડાને પડી જતા ઘરમાં આગ લાગી હતી. આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ ઘરમાં રહેલા 2 લાખ રોકડા રૂપિયા પણ સળગી ગયા હતા. આગમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા પણ આગને બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.