PM મોદીએ કોરોનાને લઈને કરી સમીક્ષા બેઠક, હોસ્પિટકોમાં બેડ વધારવા માટે જરૂરી પગલા ઉઠાવવાની સલાહ

શનિવાર, 17 એપ્રિલ 2021 (23:41 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ -19 ની સ્થિતિ પર જન સ્વાસ્થ્યની તૈયારીઓની સમીક્ષા કરી. પ્રધાનમંત્રીના કાર્યાલય મુજબ  પીએમ મોદીની અધ્યક્ષતામાં COVID સમીક્ષા બેઠક દરમિયાન  દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને વેક્સીનેશન સંબંધિત વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કોરોના દર્દીઓ માટે હોસ્પિટલના બેડની ઉપલબ્ધતા વધારવા માટે તમામ જરૂરી ઉપયા કરવા જોઈએ. 
 
પીએમ મોદીએ સલાહ પણ આપી છે કે અસ્થાયી હોસ્પિટલો અને આઇસોલેશન સેન્ટરોના માધ્યમથી વધારાના બેડની આપૂર્તિની સુનિશ્ચિત કરવામાં આવે. વડા પ્રધાને વિવિધ દવાઓની વધતી જતી માંગને પૂરી કરવા માટે ભારતના દવા ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂરિયાત વિશે વાત કરી.આ બેઠકને લઈ એવી અટકળો વહેતી થઈ હતી કે સરકાર દેશમાં ફરી વખત લોકડાઉન અંગે નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે, પણ બાદમાં આ અંગે સ્પષ્ટતા થઈ હતી કે PM મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અંગે ચર્ચા કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર