આંખે પાણી લાવશે ડુંગળી- : ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા

મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (13:53 IST)
તહેવારોના સમયમાં ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળી ફરી એકવાર લોકોને આંખે પાણી લાવી દે તો નવાઈ નહીં! તહેવારોની મોસમમાં અલગ-અલગ મોરચે મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાનું હવે ફરી એકવાર ડુંગળીના વધેલા ભાવના કારણે બજેટ ખોરવાયું છે. તેવામાં તહેવારો બાદ પણ ડુંગળીના ભાવમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. દિવાળીના દિવસોમાં ડુંગળીના ભાવ રિટેલ માર્કેટમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, આવનાર દિવસોમાં પણ ભાવ વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર