ગુજરાતમાં બાળકોના અપહરણની ઘટનાઓ દિવસો દિવસ વધતી જઈ રહી છે. કેટલાક એવા માતા પિતા છે જેમણે પોતાના બાળકોના અપહરણ થવાના વર્ષો સુધી પણ તેમની ભાળ મળી શકી નથી. તાજા જન્મેલા બાળકોના વેચાણનુ રેકેટ પણ કેટલીયવાર સામે આવ્યુ છે. આવી જે એક ઘટના અમદાવાદના જાણીતા સોલા હોસ્પિટલમાં બની છે. જ્યાથી માત્ર એક દિવસની બાળકી ગુમ થઈ છે.
એક દિવસની બાળકી કેવી રીતે ગુમ થઈ? શુ સ્ટાફનો જ કોઈ વ્યક્તિ સામેલ છે ? કે પછી હોસ્પિટલમાં એટલી બેદરકારી છે કે કોઈ બહારનો વ્યક્તિ મહેમાન બનીને આવ્યો અને બાળકીને ઉઠાવીને લઈ ગયો તેની કોઈને ગંધ પણ ન આવી ? આ બધા પ્રશ્નો હાલ લોકોના મોઢે છે. એ પહેલા હોસ્પિટલનો સ્ટાફ અને પોલીસ બાળકીને શોધવામાં કામે લાગ્યા છે. બાળકોની તસ્કરી કરનારી ટોળકીઓની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.