સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની શકયતા

શનિવાર, 23 જાન્યુઆરી 2021 (16:29 IST)
આજે સાંજે 5 વાગે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખનું  એલાન થવાની શક્યતા છે. ચૂંટણી કમિશ્નર સંજયપ્રસાદની PC મનપા અને પંચાયતની ચૂંટણીનું એલાન કરશે.  31 જિલ્લા પંચાયત અને 6 મનપાની ચૂંટનીનુ એલાન આજે થવાની શક્યતા છે. તાલુકા પંચાયત અને 80 નગર પંચાયતની પણ આજે જાહેરાત થઈ શકે છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
 
ગુજરાતમાં આજે ચોથા શનિવાર રજાનાં દિવસે પણ રાજય ચૂંટણી આયોગની કચેરી પર ધમધમાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિશ્વાસનીયતા સૂત્રો પાસેથી આ માહિતી જાણવા મળી રહી છે. બધા જ અધિકારીઓ અને કર્મચારી ચૂંટણી આયોગ કાર્યાલય પર હાજર છે. રજા હોવાં છતાંય રાજય ચૂંટણી આયોગ કાર્યાલય ચાલું હોવાનું સામે આવ્યું છે.
 
બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર એ મળી રહ્યા છે કે આગામી બે-ત્રણ કલાકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફન્સ અંગે તૈયારીઓ શરૂ કરાઈ છે. જેથી આજે સાંજે અથવા આવતીકાલ સુધીમાં ચૂંટણીઓની તારીખ જાહેર થઈ શકે છે. રાજ્ય ચુંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદના જણાવ્યા પ્રમાણે શક્ય હોય તો આજે અથવા આવતીકાલે ચુંટણી જાહેર કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર