ગુજરાતમાં ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ જરૂરિયાતોનો ડેટા મેળવી 39 વર્ષનો રેલ કનેકટીવીટીનો નકશો બનાવાશે

ગુરુવાર, 10 મે 2018 (15:30 IST)
બુલેટટ્રેન પછી ગુજરાત  ઉદ્યોગો અને લોકોને વધુ સુવિધા મળી રહે એ હેતુથી ગુજરાત ‘સ્ટેટ રેલ્વે પ્લાન’ લાવી રહ્યું છે. એમાં 39 વર્ષના રેલ કનેકટીવીટીનું આયોજન હશે. દેશમાં કોઈપણ રાજય દ્વારા આવી યોજના ઘડવામાં આવી નથી. સ્ટેટ રેલવે પ્લાનમાં સસ્તી અને ઝડપી પેસેન્જર અને ક્રેઈટ કનેકટીવીટી તથા મોબીલીટી માટે તમામ શકયતાઓ ચકાસવામાં આવશે, રાષ્ટ્ર કક્ષાએ આવો પ્લાન બનાવવા વર્ષાથી કામ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતનો પ્લાન મહત્વનો બને છે.

ગત મહિને ઓપન બીડીંગ દ્વારા ક્ધસલ્ટીંગ કંપની અર્નેસ્ટ એન્ડ યંગ એલએલપીને રૂા.1.99 કરોડના ખર્ચે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા પસંદ કરવામાં આવી છે, ડિસેમ્બરમાં પુરા થનારા અભ્યાસમાં રાજયમાં ટ્રાન્સપોર્ટેશનના જુદા જુદા માધ્યમોમાં હાલની ક્ષમતા દર્શાવી અને રેલ કનેકશન દ્વારા જોડવાની જરૂર હોય તેવા વિસ્તારો શોધી કઢાશે. ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન એક એલપીવી સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ છે, એમાં ભારતીય રેલવેનો 49% અને રાજય સરકારનો 51% હિસ્સો છે. આ સંયુક્ત સાહસ રેલપ્રોજેકટોનો અમલ કરશે.  કોઈ રાજયે અત્યાર સુધી રેલ-પ્લાન બનાવ્યો નથી. એક વખત તૈયાર થઈ જાય એ પછી એમ કરવામાં ગુજરાત પ્રથમ હશે. આ પ્લાન દ્વારા અમે ગુજરાતમાં રેલ કનેકશનની તમામ શકયતાએ ઝડપી પેસેન્જર અને ફ્રેઈટ મોબીલીટી પુરી પાડવા અને પ્રદૂષણ ઘટાડવા પ્રયાસ કરીશું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર