ગુજરાત હોઈકોર્ટે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સહકારી ચૂંટણી લડવા પ્રતિબંધ મુકી દેતાં ઝટકો આપ્યો છે. તેમજ તેની પાસેથી રૂપિયા 42 કરોડ વસૂલવા આદેશ આપ્યો છે. વિપુલ ચૌધરી પાસેથી કલમ 93 હેઠળ 42 કરોડની વસુલાત માટે સરકારે કાર્યવાહી હાથ ધરી હતી. જેના અનુસંધાનમાં વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે 27-4-2018 ના રોજ ચૌધરીની આ અપીલને ફગાવી હતી. જેને લઈને વિપુલ ચૌધરીએ હાઈકોર્ટેની ડબલ બેચમાં પડકારી હતી. જેમાં કોર્ટે વિપુલ ચૌધરીને ઝટકો આપતા રૂપિયા 42 કરોડની વસુલાત કરવા માટે આદેશ કર્યો છે. તેમજ કલમ 93 હેઠળ દોષિત વ્યક્તિને કોઈ પણ સહકારી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.