mangadh massacre ગુજરાત-રાજસ્થાન સરહદ પર થયેલો એ જનસંહાર, જે જલિયાંવાલા બાગ કરતાં ચાર ગણો મોટો હતો, 1507 લોકોએ ગુમાવ્યા હતા જીવ
વર્ષ 1917માં રાજસ્થાન-ગુજરાત સરહદ પર સર્જાયેલો માનગઢ હત્યાકાંડ એ એવો હત્યાકાંડ છે, જે જલિયાંવાલા બાગ કરતાં ચાર ગણો મોટો હતો, એમ છતાં એને ઈતિહાસમાં જે સ્થાન મળવું જોઈએ એ મળ્યું નથી. વર્ષ 1913માં સ્વામી ગોવિંદ ગુરુ દ્વારા તેમના અનુયાયીઓને કાર્તિક મહિનામાં યોજાતા ધાર્મિક મેળામાં એકઠા થવા માટે સંદેશો મોકલ્યો હતો, જેને કારણે 17 નવેમ્બર 1913ના દિવસે માનગઢ ટેકરી પર મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા, પરંતુ શાસકોને એમ લાગ્યું કે આ લોકો બળવો કરવાની યોજના બનાવી રહ્યા છે. અંગ્રેજો દ્વારા માનગઢ ટેકરીને ઘેરી લેવામાં આવી હતી અને એમાં એકઠા થયેલા લોકો પર ગોળી વરસાવવાની શરૂઆત કરી હતી. ફાયરિંગ જ્યારે શાંત થયું ત્યાં સુધીમાં 1507 લોકોની લાશો ઢળી ચૂકી હતી.