ગરમીના સમયમાં લસ્સી અને છાશ પીવી બધાને પસંદ હોય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે તમારા આરોગ્ય માટે પણ સારી હોય છે. ગરમી માટે તેને પરફેક્ટ માનવામાં આવે છે. તેને પીને તમે ફ્રેશ અનુભવો છો અને આ તમારા શરીરને ઠંડક પહોચાડવાનુ કામ કરે છે. જો તમે ગરમીમા રોજ લસ્સી કે છાશ પીશો તો ગરમી સામે લડવુ તમારે માટે સરળ થઈ જશે.
લસ્સી અને છાશ પીવાના ફાયદા
લસ્સી અને છાશ બંને તમને હાઈડ્રેટ કરવાનુ કામ કરે છે જે ગરમીની ઋતુમાં ખૂબ જરૂરી હોય છે.
- તેનાથી તમારા દાંત અને હાડકા મજબૂત રહે છે કારણ કે તે કેલ્શિયમનુ સારુ સ્ત્રોત હોય છે.
- આ બ્લડ પ્રેશરને રેગુલેટ કરવામાં મદદ કરે છે જે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
વધુ સેવન પણ સારુ નથી હોતુ
લસ્સી અને છાશના વધુ સેવનથી પણ તમને નુકશાન થઈ શકે છે. જરૂરી છેકે તેનુ સેવન નિયંત્રિત રૂપથી કરવામાં આવે. દિવસમાં તમારે માત્ર 1-2 ગ્લાસ લસ્સી કે છાશ પીવી જોઈએ. તેનાથી વધુ પીવાથી તમારી પાચનમાં પરેશાની થઈ શકે છે. અત્યાધિક ખાંડ કે ફળવાળી લસ્સી પીવાથી તમારુ વજન પણ વધી શકે છે. જોકે લસ્સી અને છાશ પીવુ મોટાભાગના લોકો માટે સુરક્ષિત હોય છે પણ જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો તમારા ડોક્ટર સાથે આ આ વિશે વાત કરી લો.