આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

શુક્રવાર, 29 ઑગસ્ટ 2025 (09:07 IST)
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે. આગામી 7 દિવસ એટલે કે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 
 
વરસાદનો ડેટા દર્શાવે છે કે મોટા ભાગની જગ્યાએ ચોવીસ કલાકમાં એક ઇંચ અથવા તેનાથી ઓછો વરસાદ પડ્યો છે. મહીસાગરના લુણાવાડા તાલુકામાં સૌથી વધારે 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે નર્મદાના ડેડિયાપાડામાં 2.01 ઇંચ વરસાદ થયો છે.
 
ભરુચના ઝઘડિયામાં 1.46 ઇંચ, અમદાવાદના ધંધૂકામાં 1.38 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.34 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.30 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે. સંતરામપુર, સિનોર, ખાનપુર અને વ્યારા તાલુકામાં પણ એકથી સવા ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી શું છે?
હાલમાં ઓડિશાના કિનારા નજીક બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી લો પ્રેશર એરિયા સર્જાયો છે. સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધે છે. આગામી ચોવીસ કલાકમાં તે ઓડિશા તરફ જશે તેવું હવામાન વિભાગ જણાવે છે.
 
આગામી ચાર દિવસ ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડશે?
 
અમદાવાદસ્થિત હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન પ્રમાણે 28 ઑગસ્ટ, ગુરુવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
 
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.
 
29 ઑગસ્ટે દાહોદ,મહીસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
 
30 ઑગસ્ટ, શનિવારે ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી આગાહી છે.
 
31 ઑગસ્ટ, રવિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.
 
પહેલી સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
 
બીજી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી આગાહી છે.
 
બિકાનેર, દામોહ, પેન્ડ્રા રોડ પરથી એક ચોમાસુ ટ્રફ પસાર થાય છે, જેનાથી બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સર્જાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર