Heavy Rain Forecast In Gujarat - 16 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
બુધવાર, 13 ઑગસ્ટ 2025 (12:56 IST)
હવામાન વિભાગના બુલેટિન અનુસાર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે, જ્યારે કચ્છ એકંદરે કોરું રહ્યું છે. ચોમાસાની સિસ્ટમની વાત કરવામાં આવે તો એક મોન્સૂન ટ્રફની રચના થઈ છે જે ભટિંડા, પટિયાલા, દહેરાદૂનથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલું છે.
બંગાળની ખાડી પર સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 5.8 કિમી સુધીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. તેની અસર હેઠળ 13 ઑગસ્ટે બંગાળની ખાડી ઉપર એક લૉ પ્રેશર એરિયા રચાય તેવી સંભાવના છે જે કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવશે. આગામી 48 કલાકમાં તે વધુ શક્તિશાળી બનવાની આગાહી છે.
અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 16 ઑગસ્ટ, શનિવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થવાનું છે.
16મીએ યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
આ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
17 ઑગસ્ટ, રવિવારે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
17મીએ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
18 ઑગસ્ટ, સોમવારે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.
જ્યારે 19 ઑગસ્ટે પણ યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને મંગળવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળો પર ભારે વરસાદ પડવાની આગાહી છે.
આ વિસ્તારોમાં પડશ્ગે વરસાદ
ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટ મુજબ ઉત્તર પ્રદેશ, તેલંગણા, મધ્ય પ્રદેશ, વિદર્ભ સહિત દક્ષિણ છત્તીસગઢ અને ભારતના પશ્ચિમ કિનારે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી તામિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવે વરસાદની ગતિવિધિ ધીમે ધીમે પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. તેથી 16 અને 17 ઑગસ્ટ સુધીમાં ગુજરાત અને રાજસ્થાન સહિત પશ્ચિમી મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી ત્રણ-ચાર દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 64.48 ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 56 ટકા વરસાદ થયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68.95 ટકા વરસાદ નોંધાયો છે.
અન્ય વિસ્તારોમાં કચ્છમાં 65 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.62 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશ 882 મિમી વરસાદ પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં 568 મિમી વરસાદ નોંધાયો છે.