ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં શિક્ષિકાના ઘરમાં ઘૂસીને શખસે જીવ લેવાની કોશિશ કરી

સોમવાર, 30 મે 2022 (11:21 IST)
ઉનામાં શિક્ષિકા પર હુમલાની ઘટના સામે આવી છે. પીડિતાએ હુમલાખોર વિરુદ્ધ ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

એ અંગેની અદાવત રાખી શખસે ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો.ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતાં અને ઉનાના સિલોજ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ભારતીબેન સરવૈયાએ કોડીનારના દિલીપ કાળું ટાંક સામે ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી આજે દિલીપ ટાંક શિક્ષિકાના ઘરમાં ઘૂસી ગયો હતો.સામે આવેલા સીસીટીવીમાં જોઇ શકાય છે કે, ભારતીબેન સરવૈયા ઘરમાં એકલા હોય છે, ત્યારે શખ્સ ઘરમાં ઘૂસીને બોલાચાલી કરે છે. ત્યાબાદ હુમલો કરે છે. મળતી માહિતી મુજબ શખ્સે હુમલો ફરિયાદ પરત ખેંચી લેવા કર્યો હતો. પોલીસે શિક્ષિકાની ફરિયાદ આધારે કોડીનારના શખસ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર