Surat Crime - સુરતમાં કિશોરી પર સામુહુક દુષ્કર્મ

મંગળવાર, 24 મે 2022 (17:43 IST)
ગુજરાત રાજ્યનું સુરત શહેર ફરી શર્મસાર થયું છે. સુરત ફરી એક વાર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં દુષ્કર્મના કેસ અટકવાનું નામ નથી લેતા ત્યારે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે. કિશોરી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. આ બંન્ને આરોપીઓની ગણતરીના કલાકોમાં સુરત પોલીસે ધરપકડ કરી દીધી હતી. રાહુલ અને બિટુ રાજપુત નામના આરોપીઓએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યુ હતુ. પોલીસે આ બંનેની  ધરપકડ કરી છે. 
 
આ આરોપીઓમાં 22 વર્ષીય રાહુલ રાજપુત અને 31 વર્ષીય બિટુ કુમાર રાજપુતનો સમાવેશ થાય છે. બન્ને આરોપીઓ સુરત રેલવે સ્ટેશનના શૌચાલય ખાતે રહેતા હતા. કિશોરીને એકલી જોઈ આ બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. બાતમીના આધારે બન્ને આરોપીઓની સુરત પોલીસે ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ પર પોસ્કો અને દુષ્કર્મ અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી.
 
બીમારીના લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ, મંકીપોક્સમાં સામાન્ય રીતે તાવ, ફોલ્લીઓ અને ગાંઠ સાથે ઉભરાય છે અને તેનાથી અનેક પ્રકારની ચિકિત્સા જટિલતાઓ ઉભી થઈ શકે છે. રોગના લક્ષણો સામાન્ય રીતે બે થી ચાર અઠવાડિયા સુધી દેખાય છે, જે આપમેળે જ દૂર થઈ જાય છે. કેસ ગંભીર પણ હોઈ શકે છે. તાજેતરના સમયમાં, મૃત્યુદરનું પ્રમાણ લગભગ 3-6 ટકા રહ્યુ છે, પરંતુ તે 10 ટકા જેટલું ઊંચું જઈ શકે છે. સંક્રમણના વર્તમાન ફેલાવા દરમિયાન મૃત્યુનો કોઈ કેસ નોંધાયો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર