કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યના 1100 વિદ્યાર્થીઓમાંથી 532 કેસ સુરતમાં નોંધાયા

સોમવાર, 10 જાન્યુઆરી 2022 (12:45 IST)
ત્રીજી લહેરમાં ઝડપથી ફેલાતું સંક્રમણ સ્કૂલમાં પણ વાયુવેગે ફેલાઈ રહ્યું છે. જેથી રાજ્ય સરકારે પ્રાથમિક અને હાઈસ્કૂલ એટલે કે, ધોરણ 9 સુધીના વર્ગો બંધ કરી દીધા છે. જો કે, ડિસેમ્બર 1થી લઈને અત્યાર સુધીમાં ચિંતાજનક રીતે સંક્રમણ સ્કૂલોમાં ફેલાતા 1100 જટેલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી અડધો અડધ એટલે કે 532 કેસ તો માત્ર એકલા સુરત શહેરમાં જ આવ્યાં છે.

અત્યાર સુધીમાં ધરખમ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. જો કે, તે ગંભીર બાબતની વચ્ચે પણ રાહત એક જ છે કે, એક પણ વિદ્યાર્થીની દાખલ ક્રિટિકલ નથી કે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે. સુરતમાં ગતરોજ (રવિવારે) સંક્રમિત થયેલા 70 વિદ્યાર્થીઓ પૈકી સ્વામિનારાયણ સ્કૂલમાં 9 અને એસપીબી ફિજિયોથેરાપી કોલેજમાં 7 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. આ ઉપરાંત જીડી ગોએન્કા, લાન્સર આર્મી સ્કૂલ, જેએચ અંબાણી સ્કૂલ, એલએચ બોઘરાવાલા, મહેશ્વરી વિદ્યાલય, રાયન ઇન્ટરનેશનલ, દીપ દર્શન, શારદા યતન, વનિતા વિશ્રામ, આશાદીપ, અગ્રવાલ વિદ્યાવિહાર, સંસ્કારદીપ, ડીઆરબી કોલેજ તથા અન્ય સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.સુરતમાં સ્કૂલો માટે સમયાંતરે પાલિકાએ નિર્ણયમાં ફેરબદલ કર્યા છે. અગાઉ કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાતી. ત્યારબાદ જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તે ક્લાસ જ બંધ કરવામાં આવતો હતો પણ છેલ્લા થોડા દિવસોથી સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 1100 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા સૌથી વધારે કેસ સુરતના છે. જ્યા કુલ 532 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટ,વ આવ્યો છે.બીજા નંબરે રાજકોટ આવે છે. જ્યા અત્યાર સુધીમાં 80 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. ત્યારાબાદ ગાંધીનગરમાં પણ અત્યાર સુધીમાં 50 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે જ્યારે સૌથી ઓછા કેસ વડોદરામાં નોંધાયા છે. જ્યા 20 જેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તમામ આંકડાઓ DEO કચેરી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર