જો કોરોનાની રસી નથી લીધી તો આ સજા માટે રહેજો તૈયાર

શનિવાર, 13 નવેમ્બર 2021 (12:54 IST)
અમદાવાદમાં દિવાળીનો તહેવાર પુરો થતાની સાથે જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. સંક્રમણ વધતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. બીજી તરફ શહેરમાં ફરીવાર કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કરવામાં આવ્યો છે. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પોલીસ ફરી એક વખત ફ્રન્ટ લાઈન વોરિયર્સની ભૂમિકામાં આવી છે.
 
દેશે 100 કરોડ કોરોના વેક્સિનનો ટાર્ગેટ ગયા મહિને જ પાર કર્યો છે. પરંતુ આ પછી પણ દેશમાં હજુ પણ એવા ઘણા લોકો છે જેમણે હજુ સુધી કોરોનાના બંને ડોઝ નથી લીધા. હવે આ સ્થિતિને જોતા રાજ્ય સરકારોએ કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત જેમણે કોરોનાની રસી નથી લીધી તેમના માટે સાબરમતી રિવર ફ્રન્ટ સહિત અનેક પર્યટન સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત જેમણે કોરોનાની રસી નથી લીધી તેમને કેટલાક  જે સ્થળોએ જવાથી અટકાવવામાં આવ્યા છેૢ   તેમાં AMTS, BRTS, કાંકરિયા લેક ફ્રન્ટ, કાંકરિયા ઝૂ અને સાબરમતી રિવરફ્રન્ટનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આ પ્રતિબંધ શુક્રવાર, 12 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, જે લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે અને કોરોના રસી લેવા માટે યોગ્ય છે, જો તેઓએ કોરોનાથી બચવા માટે પહેલો કે બીજો ડોઝ લીધો નથી, તો તેમને આ સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 
 
 
અમદાવાદ શહેરમાં કોરોના ફરીવાર ડબલ ડિઝિટમાં શરૂ થયો છે. તાજેતરમાં ઈસનપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો લઈને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને AMCએ શહેરીજનોને સતર્ક થઈ જવા તાકીદ કરી હતી. તે ઉપરાંત જેવી રીતે લોકડાઉન દરમિયાન પોલીસે પોતાની ફરજ અદા કરી હતી. તેવી જ રીતે હવે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ સમજીને લોકોને સમજાવવા માટે પોલીસ રસ્તા પર ઉતરી છે. 

કોરોનાની દહેશત વધતાં સુરત પાલિકાનું આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ બાકી હોય તેવા લોકોને પાલિકા કચેરી, બસ, બગીચા, ઝૂ સહિતનાં જાહેર  સ્થળોએ સોમવારથી પ્રવેશ નહીં મળે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં પ્રથમ ડોઝની 106% અને બીજા ડોઝની 76% કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સુરતમાં તમામ જાહેર સ્થળોએ બંને ડોઝ બાકી હોય તો પ્રવેશ  નહીં મળે અને ​​​​​​​બીજા ડોઝ માટે એલિજિબલ થયા હોય તેવા તેવા 6.68 લાખ લોકોએ પ્રવેશ મેળવવો હોય તો કોવિડ ટેસ્ટ ફરજિયાત રહેશે.
 
નીચે જણાવેલ સ્થળો પર બંને વેક્સીન ડોઝ અને ટેસ્ટ ફરજિયાત 
 
1. પાલિકાની મુગ્લીસરા સ્થિત મુખ્ય કચેરી
2. શહેરના તમામ બાગ-બગીચા
3. તમામ ઝોન ઓફિસ- વોર્ડ ઓફિસો
4. સરથાણા નેચર પાર્ક
5. એક્વેરિયમ, ગોપી તળાવ
6. તમામ લાઇબ્રેરીઓ
7. સાયન્સ સેન્ટર
8. તમામ તરણકુંડો
9. સિટી બસ-બીઆરટીએસ વગેરે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર