ઉમરપાડામાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ, ટેમ્પો તણાયો, માંડ-માંડ બચ્યા 5 લોકોના જીવ

શનિવાર, 25 જુલાઈ 2020 (15:05 IST)
ગુજરાતના સૌરાષ્ટ્રમાં બીજા તબક્કામાં મૂશળાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં ઉમરપાડામાં 4 ઇંચ, સાવરકુંડલા અને ભરૂચમાં 2.5 ઇંચ, મોડાસામાં 1.25 અને મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડા તાલુકામાં શુક્રવારે રાત્રથી સવારે 5 વાગ્યા સુધી સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદી નાળા છલકાય રહ્યા છે અને ડઝનો ગામ સંપર્કવિહોણા થઇ ગયા છે. 
 
ઉમરપાડામાં મૂશળાધાર વરસાદના લીધે વહારગામ અને બલાલકુવા ગામની નદીમાં અચાનક પૂર આવી ગયું. શનિવારે સવારે નદીના પુલ પરથી પસાર થઇ રહેલો ટેમ્પો પૂરમાં તણાઇ ગયો હતો અને ટેમ્પામાં સવાર 5 લોકોના જીવ માંડ-માંડ બચી ગયા હતા. બચાવ ટુકડીએ ગ્રામીણોની મદદથી બધાને બહાર કાઢ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર