ઉમરપાડામાં મુશળાધાર વરસાદ, ગામોમાં પાણી ફરી વળ્યા, સ્ટેટ હાઇવે કરાયો બંધ

મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (12:07 IST)
સોમવારે રાત્રે પડેલા ભારે વરસાદને પગલે કીમ-માંડવી સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. સોમવારે રાત્રે ખાબકેલા વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યાં છે. જેના લીધે કીમથી માંડવીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ગોડસબા ગામ પાસે પાણી ભરાયા હતા. વરસાદને પગલે 100 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળ્યું હતું. જેના પગલે ગામના 100થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.
 
 
ઉમરપાડામાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદને પગલે આમલીડેમ ઓવરફોલો થતા સ્ટેટ હાઇવે તેમજ ગોડસબા અને આંબાપાણી ગામોમાં પાણી ફરી વળ્યા હતાં. વરસાદ જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી હાઇવે પરથી પાણી ઉતરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ઉમરપાડામાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદને પગલે આમલીડેમ ઓવરફોલો થતા સ્ટેટ હાઇવે તેમજ ગોડસબા અને આંબાપાણી ગામોમાં પાણી ફરી વળ્યા હતાં. વરસાદ જ્યાં સુધી વિરામ નહીં લે ત્યાં સુધી હાઇવે પરથી પાણી ઉતરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
 સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જવાને કારણે મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફસાયેલી લોકોને બહાર કાઢવા સહિતની કામગીરી શરૂ કરાવી હતી.
 
 
સુરતમાં મોડી રાત્રે ધીમીધારે પડેલા વરસાદ અને સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં જ પાણી ભરતા તંત્ર ઊંઘતું ઝડપાયું હોવાનું સામે આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર