વર્ષ 2016માં જંબુસરના પીલુદ્રા ગામે 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવાના મામલે ભરૂચ પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ગામમા જ રહેતા એક શખ્સે આઇસ્ક્રીમ ખવળાવવાના બહાને બાળકને લઇ ગયો હતો અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.એક માસુમ બાળકને ગામમાં જ રહેતાં એક માનસિક વિકૃત મજૂરે આઇસ્ક્રીમ ખવળાવવાના બહાને લઇ જઇ રહ્યો ત્યારે બાળકના કાકી જોઇ ગયાં અને તુરંત ત્યાં જઇને આરોપી મજૂર પઢિયારને પૂછ્યું બાળકને ક્યાં લઇ જાય છે?