ચૂંટણીમાં દારૂ સપ્લાય માટે 500 વીઘાનું વિશાળ નેટવર્ક

સોમવાર, 6 નવેમ્બર 2017 (12:33 IST)
વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો અને ભરૂચની 5 બેઠકોમાં દારૂનો સપ્લાય પુરો પાડવા માટે બૂટલેગરો નવા નવા સ્થળો અને કિમીયા ઉપયોગમાં લઈ રહ્યા છે. હાલમાં પોલીસે વડોદરાના બૂટલેગરને ઝડપી પાડ્યો છે જ્યારે ભરૂચનો બૂટલેગર પોલીસથી ભાગતો ફરી રહ્યો છે જેની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે. કરજણના રૂા. 23 લાખના વિદેશી દારૂની હેરાફેરીના પ્રકરણમાં 500 વીઘા જમીનના પટ્ટામાં વિદેશી દારૂની 12થી વધુ વખત હેરાફેરી થઇ હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. વિધાનસભાની ચૂંટણી આચારસંહિત બાદ પણ દારૂનું મોટાપાયે કટિંગ થતું હતું. દારૂની હેરાફેરી માટે બૂટલેગરોને પરવાનગી કોને આપી તે મુદ્દે ઝીણવટપૂર્વકની તપાસ ચાલી રહી છે. પોલીસે જમીન માલીકનું નિવેદન લીધું હતું. જોકે, જમીનની સાચવણી કરનાર રખોપા સહિત બેની પૂછતાછની કવાયત હાથ ધરી છે. ચકચારી પ્રકરણમાં પીઆઇ જોષીને સસ્પેન્ડ કરાયા હતા. કરજણની સીમમાં બુધવારે મોડી રાત્રે વિદેશી દારૂની હેરાફેરીનું મોટુ નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસે કારેલીબાગના બૂટલેગર પરેશ ઉર્ફે ચકો સહિત 14ને પકડી રૂા. 23.56 લાખનો દારૂ અને 4 વાહનો સહિત રૂા. 40.23 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ચકચારી ઘટનામાં આઇજીએ કરજણ પીઆઇ વી.એચ.જોષીને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે ડીએસપીએ કેસની તપાસ એલસીબી પીઆઇ બારડને સોંપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર