આગામી શનિ-રવિ સહિત તમામ જાહેર રજાના દિવસે ગુજરાતની તમામ RTO કચેરીઓ ચાલુ રહેશે

શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (11:02 IST)
: વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચનાનુસાર નાગરિકોના હિતમાં રાજ્યની તમામ આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. કચેરીઓ રાબેતા મુજબ તા.૨૮ અને ૨૯ સપ્ટેમ્બર-૨૦૧૯ શનિવાર-રવિવાર સહિતની આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય હુકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે. 
 
આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓન લાઇન એપોઇનમેન્ટ લીધી હોય તેવા લર્નીંગ લાયસન્સ અને ડ્રાયવીંગ લાયસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 
મોટરવાહન અધિનિયમ (સુધારા)-૨૦૧૯ તથા આનુષાંગિક નિયમોના કારણે જાહેર જનતામાં લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી., એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વિગેરે બાબતે ઘણી જાગૃતિ આવી છે. આ પ્રકારની અરજીઓનો નિકાલ માટે તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
ડુપ્લીકેટ લાયસન્સ મેળવવા માટે RTO ઓફિસ જવાની જરૂર નથી, ઓનલાઇન મળી શકશે
કોઇ વાહન હંકારવાનું ડ્રાઇવીંગ લાયસન્સ ગુમ થયેલ હોય, ફાટી ગયેલ હોય કે અન્ય કોઇ કારણસર નાશ પામેલ હોય તેવા કિસ્સામાં આરટીઓ-એઆરટીઓ કચેરી દ્વારા ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોને આરટીઓ કચેરીઓમાં રૂબરૂ મુલાકાત લેવાની થતી નથી. પરંતુ તે માટે  parivahanseva.gov.in ઉપર ઓનલાઇન અરજી કરી ડુપ્લીકેટ લાયસન્સ મેળવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર