સમગ્ર રાજયમાં ચૂંટણીના માહોલ વચ્ચે આ વખતે મતદારોને રીઝવવા માટે પ્રયાસો થયા પણ મતદારો આ વખતે અલગ જ મૂડમાં હતા તેમ માનવામાં આવે છે.પરંતુ હકીકત આ વખતે ભાજપમાં શહેરમાં ઘણા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની વાત સામે આવી રહી છે જેથી ભાજપની પેનલ ધરાવતા વિસ્તરમાં મતદાન નીરસ રહ્યુ અને બીજા વોટ આપ,mim અને કોંગ્રેસમાં ડાયવર્ટ થયાં હોવાની વિગત આઈબી પાસેથી જાણવા મળી રહી છે.
- અમદાવાદમાં ભાજપ. સત્તા બનાવશે પરંતુ તેમની અનેક જગ્યાએ પેનલ તૂટશે. mim પોતાનું ખાતું અમદાવાદમાં ખોલશે ,કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે.
- રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપના ચાલુ સત્તામાં ગાબડું પડી શકે છે.જ્યાં પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની અસર રહી હતી.
- વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે છે .જ્યાં લઘુમતી સમાજના મતદાનની ટકાવારી વધી શકે છે જેનો ફાયદો કોંગ્રેસને થશે પરંતુ ભાજપની સરસાઈ ઘટી શકે છે.