દૂધીનો હલવો બનાવવાની રીત

સોમવાર, 31 માર્ચ 2025 (14:23 IST)
સામગ્રી - 500 ગ્રામ દૂધી, 300 ગ્રામ ખાંડ, 300 ગ્રામ માવો 1 કપ દૂધ, 4 ચમચી ઘી, 1 ચમચી ચીરોંજી, 2 ટીપા લીલો મીઠો રંગ, 1/2 ચમચી વેનિલા એસેંસ, ઈલાયચી પાવડર, બદામ-પિસ્તાની કતરન.
 
બનાવવાની રીત - દૂધીને છોલીને છીણી લો. કઢાઈમાં ઘી નાખીને દૂધી નાખો અને પાણી સૂકાય ત્યા સુધી થવા દો. તેમાં દૂધ નાખીને બાફવા દો અને પાંચ મિનિટ પછી ખાંડ નાખો.
 
ખાંડનુ પાણી સૂકાય જાય પછી માવો ભેળવી દો અને લીલો રંગ અને એસેંસ નાખો. મિશ્રણ જ્યારે ઘી છોડવા લાગે ત્યારે ઉતારીને થાળીમાં જમાવી લો. ઉપરથી ચારોળી, ઈલાયચી, બદામ-પિસ્તાની કતરન ભભરાવી ચોરસ કાપી લો. ઠંડુ થયા પછી પીરસો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર