ચોટીલામાં માતાનાં દર્શન માટે 650 પગથિયાં ચડવા પડે છે ચોટીલા પર્વત 1,173 ફૂટની ઊંચાઈએ ચામુંડા માતા બિરાજમાન છે. છેક નીચેથી ઉપર સુધી 650 હજાર પગથિયા છે.
માતાજીના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવે દર્શન કરવા આવે છે અને ભક્તોને માતાજીના હાજરાહુજુર હોવાના અનુભવ પણ થાય છે. ચામુંડા માતાજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે લોકો નવરાત્રીમાં ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે.
રાત પડતાં જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત
ડુંગર પર આવે છે સિંહ
ચોટીલામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે પણ એક માન્યતા મુજબ સાંજની આરતી પછી અહીં રોકાવવાની મનાહી છે. સાંજની આરતી પછી પુજારી સહિત બધા લોકો ડુંગરથી નીચે આવી જાય છે. મૂર્તિ સિવાય એક પણ મનુષ્ય ત્યાં ફરકતો નથી. માત્ર નવરાત્રીમાં પુજારી સહિત પાંચ લોકોને રોકાવવાની ટ્રસ્ટે મંજૂરી આપી છે.