ગોધરાકાંડ બાદ થયેલા ગુલબર્ગ કાંડમાં મોદીને ફરીવાર ક્લિનચીટ
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:29 IST)
ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો મામલે નરેન્દ્ર મોદીને મળેલી ક્લિનચીટને પડકારતી પિટીશન હાઇકોર્ટે આખરે રદ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલે નીચલી કોર્ટ વધુ તપાસ માટે આદેશ કરી શકે છે. આ પિટીશન તોફાનોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકિયા જાફરીએ દાખલ કરી હતી. આ અંગે સુનાવણી ગત 3 જુલાઇએ પૂરી થઇ ગઈ હતી, જ્યારે આજે 5 ઓક્ટોબરે હાઇકોર્ટ આ મામલે ચુકાદો આપતાં પિટીશન રદ કરી હતી.- હાઇકોર્ટમાં કરાયેલ પિટીશનમાં નિચલી કોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો. આ ચૂકાદો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કરેલી તપાસના આધારે આપવામાં આવ્યો હતો. જેમાં મોદી સહિત 56 લોકોને ક્લિનચીટ આપવામાં આવી હતી. પિટીશનમાં આક્ષેપ કરાયો હતો કે આ તોફાનો પાછળ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ રિવ્યૂ પિટીશન કરવામાં જાકિયા જાફરી ઉપરાંત સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડની એનજીઓ 'સિટીજન ફોર જસ્ટિસ એન્ડ પીસ' પણ સામેલ હતા. મોદી અને સીનિયર પોલીસ ઓફિસર્સ સહિત 59 કાવતરામાં કથિત રીતે સામેલ હોવાથી તેમને આરોપી બનાવવામાં આવે. હાઇકોર્ટ આ મામલે ફરીથી તપાસના આદેશ આપે.