ભારતીય તટરક્ષક દળે ગુજરાતના કચ્છમાં દરિયાકાંઠેથી નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

બુધવાર, 7 જુલાઈ 2021 (10:53 IST)
ભારતીય તટરક્ષક દળના હોવરક્રાફ્ટે મંગળવારે રોજ દૈનિક પેટ્રોલિંગ દરમિયાન જખૌ નજીક કચ્છના દરિયાકાંઠા પરથી નાર્કોટિક ડ્રગ્સના 19 શંકાસ્પદ પેકેટ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. અંદાજે 21.4 કિલોનો આ જથ્થો પાણીમાં તરતો મળી આવ્યો હતો. 
 
પ્રારંભિક તપાસમાં આ માદકદ્રવ્ય હાશિશ/ગાંજો હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેનું આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય 32 લાખ રૂપિયા છે. ભારતીય તટરક્ષક દળે અન્ય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે વિચારવિમર્શ કરીને આ વિસ્તારોમાં સર્વેલન્સના પ્રયાસોમાં વધારો કર્યો છે.
 
જેથી આવા છુપા અથવા આ વિસ્તારમાં પાણીમાં તરીને કાંઠે આવતા કોઇપણ કન્સાઇન્મેન્ટની સંભાવનાઓ ઓછી કરી શકાય. જપ્ત કરાયેલા પેકેટ્સ સમુદ્રી પોલીસને સોંપવામાં આવ્યા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે 3 મહિના પહેલાં કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાંથી પાકિસ્તાનના 8 ઘુસણખોર સાથેના વહાણમાં રૂપિયા 150 કરોડના હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. અને થોડા દિવસ બાદ કચ્છના જખૌ નજીકના કાંઠા વિસ્તરમાંથી પણ કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આજે પકડાયેલા ચરસની આંતર રાષ્ટ્રીય કિંમત 30 લાખ થી બધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર