યુ.કે.થી આવેલા લોકોને શોધવા સર્વે કરાશે

બુધવાર, 23 ડિસેમ્બર 2020 (11:00 IST)
યુ.કેમાં કોરોના સંક્રમણનો નવો સ્ટ્રેન જોવા મળેલ છે. જે અગાઉના કરતા પણ વધુ  ઝડપથી  ફેલાતો અને જીવલેણ જોવા મળેલ છે. જે અંતર્ગત છેલ્લા દિવસોમાં યુ.કેથી આવેલ તમામ લોકોને સર્વે દ્વારા શોધી કાઢી યુ.કે.થી આવ્યાના 14 દિવસ માટે કોરોન્ટાઇન કરવા તેમજ રેપિડ એન્ટીનજન ટેસ્ટ કરવા જણાવાયું છે. 
 
આ ઉપરાંત આપના આજુ બાજુમાં આવા કોઇ યુ.કેથી આવ્યા હોય તો તેની જાણ નજીકના પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રઆ અથવા  કંટ્રોલ રૂમ નં. 02632253381 ઉપર સંપર્ક કરવા મુખ્યિ જિલ્લા આરોગ્યિ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 
 
જોકે તેમનામાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ હોવાની પુષ્ટી કરવામાં આવી નથી. એરપોર્ટ પર લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઇટના તમામ મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે મુસાફરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેને 7 દિવસ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી દેવામાં આવી છે.
 
જ્યારે પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ દિલ્હી એરપોર્ટ ઉપર પણ કોરોના પોઝીટિવ આવેલા મુસાફરો ને એડમિટ કરાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર