શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં સોમવારે બપોરે એક કોલ આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે મારી પત્ની સુસાઇડ કરવા જઇ રહી છે. તેના પર અડાજણ પોલીસ હરકતમાં આવી ગઇ. જોકે બે કલાકના ડ્રામા બાદ 40 વર્ષીય મહિલા ઘરે પરત પરત ફરી, ત્યારે જ્યારે પોલીસે રાહતનો શ્વાસ લીધો.
તેમણે એસબી ચૌધરીને સૂચના આપતાં જ એલર્ટ થઇ ગઇ. મહિલા ક્યા બ્રિજ પર ગઇ હતી, તેની જાણકારી ન હોવાથી પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર પરમાર એક પીસીઆર વાન સરકાર બ્રિજ અને બીજા વાન કેબલ બ્રિજ પર પહોંચી ગઇ. બીજી તરફ મહિલાનું એડ્રેસ પ્રાપ્ત કરી એક ટીમ ઘરે પહોંચી ગઇ. પોલીસે મોબાઈલ નંબર મેળવી લોકેશન ટ્રેસ કર્યું હતું. મોબાઈલ લોકેશન વાળી જગ્યા પર પહોંચતા જ પોલીસને માસૂમ દીકરીએ ફોન કરી ને કહ્યું કે તેની માતા ઘરે આવી ગઈ છે. જેથી અડાજણ અને પોલીસ કંટ્રોલની મહિલા પોલીસ કર્મચારીઓની ટીમ તાત્કાલિક મહિલાના ઘરે જઈ તેને અડાજણ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં મહિલાના ભાઈની હાજરીમાં તેનું કાઉન્સિલિંગ કરાયું હતું.