એક તરફ અન્ય દેશોમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને વેક્સીન આપવાની તૈયારી છે. ત્યારે યુકેમાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે. આ નવા પ્રકારનો કોરોના વાયરસ ઝડપથી યુકેમાં ફેલાતો હોવાથી લોકડાઉનની સ્થિતિ સર્જાઇ છે. જેના લીધે યુકેના ઘણા દેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. યુકેથી તમામ ફ્લાઇટ પર ભારત સરકારે પ્રતિબંધ મુકી દીધો છે.
અત્રે નોંધનીય છે કે લંડન તથા અન્ય દેશના અન્ય શહેરોમાંથી સુરતથી આવનાર વિદેશી નાગરિકો અને એનઆઇઆરને કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે. શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મનપા માસ્ક, સોશિયલ ડિસ્ટેંસિંગ પર ભાર મુકી રહી છે. આ ઉપરાંત નાઇટ કરર્ફ્યૂં લગાવવામાં આવ્યું છે. લોકોને કોરોના પ્રત્યે જાગૃતતા કરાવવા માટે વિભિન્ન કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યા છે.
જ્યાં સુધી ટેસ્ટનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી પેસેન્જરને તંત્ર દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો પેસેન્જર પોઝીટીવ આવશે તેવે કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે સારવાર કરવામાં આવશે. નેગેટીવ રહેલા મુસાફરોને ધરે જવાની પરવાનગી અપાશે. જો કે તેમ છતા પણ તેણે બે અઠવાડીયા જેટલો સમય તો ક્વોરન્ટાઇન રહેવું જ પડશે. આવતી કાલ લંડનથી એક ફ્લાઇટ અમદાવાદ આવવાની શક્યતા હતી.