કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ પીડિયાટ્રીક વિભાગના ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે.
પગલીનો પડનાર હજુ સુષ્ટ્રીમાં આવ્યો જ હોય તેવું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવીજ ધટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ માસના બાળક અદિત વિકાણી સાથે બની હતી. તેના વિશે પિડીયાટ્રીક વિભાગના ડો. મનાલી જાવિયા જણાવે છે કે, અદીતને ચાર દિવસથી તાવ ઉધરસ, અને એક દિવસથી શ્વાસની સમસ્યા હતી.
બાળકનું શરીર એકદમ ફિક્કુ પડી ગયુ હતુ તથા તેના લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો. સામાન્ય રીતે બાળકોમાં લોહીના ટકા ૧૦.૦૦ થી વધુ જોવા મળે છે પરંતું અદિતમાં તેનું પ્રમાણ ૩.૦૧ ટકા જેટલુ હતું તથા ઓક્સિજનનું લેવલ ૮૦ જેટલુ થઈ ગયુ હતું. મારી કરીયરમાં અત્યાર સુધીમાં જોયેલા કેસમાં સૌથી ક્રિટીકલ કેસ હતો.
છ માસના બાળક અદિતની સારવાર અંગે ડો. જાવિયા જણાવે છે કે, સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી તથા અમારા પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટ હેડ ડો. પંકજ બુચ ના માર્ગદર્શન હેઠળતથા પ્રોફેસર આરતી મકવાણા અને પલક હપાણીના સહકારથી અમારી ટીમ બાળકની સારવાર કરતી હતી. બાળકને સિવીલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને ચાર દિવસ હાઈ-ફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તેની અન્ય સારવાર ચાલુ હતી.