આ દરમિયાન શિવા નાયકે પરિણીતાને તેની સાથે મિત્રતા કરવાનું જણાવ્યું હતું. પરંતુ પરિણીતાએ મિત્રતા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ગઇ કાલે રાત્રિના સમયે મહિલા કામ અર્થે જતી હતી ત્યારે શિવા નાયકે એક્ટિવા લઈને મહિલાનો પીછો કર્યો હતો. આ સમયે પણ તે મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. જેથી કંટાળેલી પરિણીતાએ શિવા નાયકને કહ્યું હતુ કે, હું પરણિત છું અને મારે બે મોટા દિકરા છે. મારે મિત્રતા કરવી નથી. બાદમાં પરિણીતા કામ પૂર્ણ કરીને તેના ઘરે જતી હતી. આ સમયે ઉશ્કેરાયેલા શિવા નાયકે પરિણીતાનો પીછો કર્યો હતો અને પરિણીતાને રોકીને એક પ્લાસ્ટિકની બોટલમાંથી એસિડ તેના પર નાખ્યું હતું.પરિણીતાને ગંભીર ઈજાઓ થવાથી બુમાબુમ કરવા લાગી હતી. એસિડ એટેક કરીને શિવા નાયક ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને ઘટનાની જાણ થતા 108ને ફોન કરીને મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. ઘટનાની જાણ ઘાટલોડિયા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં મહિલાએ શિવા નાયકના વિરુદ્ધમાં એસિડ એટેક કર્યુ હોવાની ફરીયાદ પોલીસને કરી હતી. ઘાટલોડિયા પોલીસે જણાવ્યું હતું કે, પરિણીતાને લાંબા સમયથી આ શિવો પરેશાન કરતો હતો. તેના શોધખોળ હાથ ધરાઇ છે. પરિણીતા 15 ટકા જેટલું દાઝી ગઇ છે. શરીરના આગળના ભાગે વધુ દાઝી ગઇ છે.