રાજયમાં 567 કરોડનું શૌચાલય કૌભાંડ

રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (18:00 IST)
આપનો આક્ષેપ છે કે રાજ્યમાં 567 કરોડનું શૌચાલય કૌભાંડ આચરાયું છે, આ કૌભાંડ જેમાં ગાંધીનગરમાં બેઠેલા કદાવર નેતાઓથી જ થાય છે. અગાઉની વિજય રૂપાણી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કૌભાંડ થયા છે.
 
હાલ "આમ આદમી પાર્ટી કિસાન સંગઠન" દ્વારા શૌચાલયમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં બેઠેલા કદાવર નેતાઓની છત્ર છાયા નીચે ભ્રષ્ટ અધિકારી અને કૌભાંડી નેતાઓની મિલીભગતથી 567 કરોડથી વધારેનું કૌભાંડ થયાની આશંકા છે. કૌભાંડ આચરવા માટે લાભાર્થીઓના ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ, કેટેગરી અને ઘરના અન્ય સભ્યના નામ બદલી અનેક વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જ શૌચાલય ને બે થી ચાર વખત બતાવી એક જ શૌચાલયના બેથી ચાર વખત પૈસા ચૂકવાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર