ગુજરાતમાં અકસ્માતથી રોજ 43 લોકોના મોત નિપજે છે, 1 વર્ષમાં કુલ 7618 લોકો મોતને ભેટ્યાં

બુધવાર, 1 નવેમ્બર 2023 (12:46 IST)
ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. હાઈવે પર ઓવરસ્પીડને કારણે થતાં અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા છે. જે આંકડા ખરેખર ચોંકાવનારા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 15751 માર્ગ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં 7168 લોકોના મોત થયા હતા.

આંકડાઓ મુજબ સૌથી વધુ અકસ્માત પાછળ ઓવરસ્પીડ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. 1 વર્ષમાં માર્ગ અકસ્માતથી 7,618 લોકોના મૃત્યુ થયાનો આંકડો કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ માર્ગ અકસ્માતથી દરરોજ આશરે 43 લોકોના મૃત્યુ થાય છે. આ સાથે 95% અકસ્માતમાં ઓવરસ્પિડ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે. આ સાથે આ એક વર્ષમાં થયેલ અકસ્માતમાં હેલ્મેટ વિના 1,814 લોકોના મૃત્યુ તો સીટ બેલ્ટ ન પહેરવાના લીધે 891 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 1 વર્ષમાં 2,209 હિટ એન્ડ રનની ઘટનામાં 1,429 લોકોના   મૃત્યુ થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર